વાદળછાયા વ્યવહાર

(23)
  • 4.7k
  • 1
  • 1.1k

“ભાઈ, આપણા જુના પાડોશી ગીરધર મહારાજની દીકરીના લગ્નપ્રસંગે આપણે આજે સહપરિવાર ભોજન સમારંભમાં જવાનું આમંત્રણ કાર્ડ આવેલ છે. હું, તારા પપ્પા અને ટીના તૈયાર રહીશું અને તુ પણ ઓફિસેથી જરા વહેલો આવી જઈશને?” રતનબહેને ઓફિસે જવા માટે તૈયાર થઇ રહેલા પુત્ર સુધીરને પૂછ્યું. “ના મમ્મી, હું નહિ આવી શકું. કેમ કે મારે પણ આજે જ અમારા ઓફીસના કેશિયર જાનીભાઈના દીકરાના મેરેજ પ્રસંગે આયોજિત ભોજન સમારંભમાં જવાનું છે. મને તેમના તરફથી અઠવાડિયા અગાઉ જ નિમંત્રણ કાર્ડ મળી ગયેલ છે અને અમારા સ્ટાફવાળા બધા જ એકસાથે જવાના છે. મારે ત્યાં જ જવું પડશે. તેથી હું ગીરધર મહારાજને ત્યાં નહીં આવી શકું. તુ,