રાજકુમારદીવાને અજવાળે લાભશંકરે, આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચઢાવ્યો, ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને! એટલામાં પોળના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એણે લાભશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને દીવાલના પોપડા ઊખેડતો લાભશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો. લાભશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું: ‘કોણ છો બેટા? શંભુભાઇનો અરૂણ કે?’ પેલા કિશોરે કહ્યું.‘હા, દાદા.’કિશોરના માનવાચક સમ્બોધનથી પ્રોત્સાહન પામીને લાભશંકરે કહ્યું: ‘ભાઈ, મને જરા આ સોયમાં દોરો પરોવી આપ. અરૂણે કહ્યું: ‘દાદા, એક શરત. તમારે વાર્તા કહેવી પડશે. ’લાભશંકર હસીને બોલ્યા. બેટા, ‘વાતો તો તારાં દાદીને કહેતાં આવડતી, હું તો ’એમને વચ્ચેથી જ અટકાવીને અરૂણબોલ્યો: ‘ના દાદા, એમ બહાનું કાઢો તે નહિ ચાલે, દાદીએ તમને તો ઘણી બધી