તમારે કેવા સમાજ થવું છે ?

  • 3.4k
  • 1.1k

રાજીવ બસમાં સફર કરી રહ્યો છે. બસ એક બસ સ્ટોપ પર આવી ઉભી,એક યુવતી બસમા ચઢે છે અને બેસવા માટે સીટ શોધી રહી છે. યુવતીએ જોયુ કે બસમાં બે સીટ ખાલી છે. યુવતીએ વેસ્ટર્ન પહેરવેશ પહેરલ છે. યુવતી એક ઉંમરલાયક પુરૂષ પાસે ખાલી રહેલી સીટ પર બેસે છે. રાજીવ આબધુ નીહાળી રહ્યો છે. થોડીવાર થઇ યુવતી ગુસ્સામા ઉભી થઈ એક યુવાનની બાજુમાં પડેલી ખાલી સીટ પર જઇ બેસી ગઇ. રાજીવ એ જોયુ યુવતીની આંખોમા આશું છે અને તે ગુસ્સે છે. પેલો ઉંમરલાયક પુરૂષ વારે વારે પાછુ ફરી યુવતી સામે જોતો હતો. પેલી યુવતી ગુસ્સે થઇ બારી તરફ મોઢુ ફેરવી ગઇ.