પ્રેમની પરિભાષા

  • 4.1k
  • 1.4k

એમ.બી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ, દહેગામ ખાતે મનોવિજ્ઞાનના માસ્ટર ડિગ્રીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને હ્યુમન સાયકોલોજી પર એક લેક્ચર આપવા માટે મારે જવાનું હતું. હું કૈક અંશે બેચેન હતો, કેમ કે હવે હું આ બધાથી થાક્યો હતો. આખો સમય આ જ કરવું પડતું. હવે મને આમ લેક્ચર લેવા વિશેષ રીતે બોલાવે એ ઓછું ગમતું. મેં મારું આખું જીવન આ જ કર્યું. બહુ ચર્ચાઓ કરેલી. લેકચર્સ પણ ખૂબ આપ્યા. એવોર્ડસ પણ એટલા જ જીતેલા. એવોર્ડસથી માનોને કે મારા ડ્રોઈંગરૂમનો આખો શૉકેસ ભરાયેલો હતો. પ્રેમ અને જીવન વિશેના મારા મહાનિબંધને ખૂબ વખાણવામાં આવેલો. સાહિત્ય અકાદમીના મોટા સાહિત્યકારોએ મારા એ નિબંધની ખૂબ નોંધ