તારા વિના નહીં જીવી શકું

(41)
  • 6.9k
  • 3
  • 1.9k

''તારા વગર નહીં જીવી શકું''આ વાક્યમાં તથ્ય કેટલું ? સંબંધ કોઈ પણ હોય, માં-દીકરાનો હોય કે પ્રેમી-પ્રેમિકા, બાપ-દીકરી હોય કે મિત્રતા, ભાઈ-બહેન હોય કે પતિ-પત્ની. ક્યારેક અતિશય લાગણી કે આપણા પ્રિયજન ઉપરનું આધિપત્ય, મગજ ઉપર એટલું હાવી થઈ જાય છે કે જીવનમાં એમની ગેરહાજરી સાંખી શકાતી નથી. દરેક સંબંધમાં મોકળાશ હોવી જરૂરી છે અને તોજ એ સરળતાથી નિભાવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ ઉપરનો માલિકીભાવ એક હદ સુધી જ યોગ્ય હોય છે. પરંતુ જ્યારે એ વધવા લાગે ત્યારે એમજ લાગે કે જાણે એ વ્યક્તિ વગરનું જીવન હવે શૂન્ય છે. તમારા વધુ પડતા માલિકીભાવથી ક્યારેક સામેનું પાત્ર ગૂંગળાઈ જાય છે, ક્યારેક