પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૯

(48)
  • 6k
  • 3
  • 3.5k

"આજ થી તું મારી પત્ની" આ શબ્દ જીનલ ના કાને પડ્યા ત્યાં તો જીનલ નો હાવભાવ બદલાઈ ગયો ને રડવા લાગી. વિક્રમ તેના આશુ લૂછે છે. અરે ગાંડી તું તો મારું જીવન છે તારા વગર હું અધૂરો છું. એટલે આજથી હું તને મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું.જીનલ રડતી રડતી વિક્રમ ને ગળે વળગી ગઈ. લવ યુ વિક્રમ કહી ને જીનલ વિક્રમ ને કિસ કરવા લાગી. વિક્રમે પણ તેને આજથી હું તને મારી પત્ની નો દરજ્જો આપુ છું તેવું કપાળ પર ચુંબન કરી પ્રોમિસ આપ્યું.છૂટા પડતી વખતે જીનલે વિક્રમ ને સવાલ કર્યો.તારી છાયા સાથે સગાઈ થઈ છે તેનું શું કરીશ.?