પ્રકરણ-૫જ્યોતિબહેન આજે આશ્રમમાં એમની થોડી અગત્યની ફાઈલો કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યા હતા. એવામાં દરવાજા પર કોઈનો અવાજ આવ્યો, "હું અંદર આવું કે?"જ્યોતિબહેને ફાઈલમાંથી માથું ઊંચું કરીને જોયું અને એમણે આગંતુકને આવકાર આપતા કહ્યું, "અરે, સુકેતુ! આવ. અંદર આવ. હું ક્યારની તારી જ રાહ જોતી હતી."સુકેતુ એ અંદર ઓરડામાં પ્રવેશ કર્યો અને બોલ્યો, "જ્યોતિ, તું હજુ પણ એવી જ લાગે છે જેવી કોલેજના દિવસોમાં લાગતી હતી. ઉંમરની સાથે તું બિલકુલ બદલાઈ નથી."સુકેતુ અને જ્યોતિબહેન બંને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. અને બંને ખૂબ સારા મિત્રો હતાં પરંતુ આજે બંને ઘણાં વખતે મળ્યા હતા."કહે જ્યોતિ, તે શા માટે મને બોલાવ્યો છે?"