લવ બાઇટ્સ - પ્રકરણ-19

(116)
  • 7.7k
  • 8
  • 4.3k

લવ બાઇટ્સપ્રકરણ-19 પૂજારીજી રાજમલસિહ સાથે માણેકસિંહ ભંવરીદેવી અને સ્તવનને લઇને ગયાં. પૂજારીજીએ રાજમલસિહની ઓળખાણ તાજી કરાવીને મૂર્તિઓની વાત કરી બાબા તરત જ ઓળખી ગયાં અને બોલ્યાં નવાં મંદિરની મૂર્તિઓ આમની પાસેથી લીધેલી પછી પ્રાણપ્રતિષ્ઠા વિધી કરી હતી કેવી સુંદર મૂર્તિઓ જાણે હમણાં બોલી ઉઠશે. મને બરાબર યાદ છે. રાજમલસિંહે કહ્યું બાપજી મેં તો આપને મૂર્તિઓ આપી હતી પણ એ મૂર્તિઓ ઘડનાર આ માણેકસિહજી છે એમનાં પુત્ર સ્તવનને બતાવવા માટે આવ્યાં છે. બાબાએ સ્તવનને જોઇને કહ્યું "અરે આ છોકરો તો મારી પાસે આવી ગયો છે એનો ચહેરો મને બરોબર યાદ છે. પૂજારીજી એનાં માતાપિતાને પૂછી એની જન્મતારીખ- ઘડીયાળ સમય જાણીને એમની