લવ બાઇટ્સ - પ્રકરણ-15

(103)
  • 7.6k
  • 7
  • 4.5k

લવ બાઇટ્સપ્રકરણ-15 આશા મીઠાઇ લઇને આવી સ્તવન પાસે અને સ્તવનને મીઠાઇ આપી. આશા મીઠાઇ લઇને તો આવી પરંતુ સ્તવને જોવામાંજ ખોવાઇ ગઇ. સ્તવનનાં ચહેરાથી એની નજર હટતીજ નહોતી અને વીણાબહેને ટકોર કરી અરે દીકરી મીઠાઇ આપ. ત્યારે આશા ચમકી અને સ્તવનને મીઠાઇ આપી. સ્તવને મીઠાઇનું ચકતું ઉઠાવ્યું અને સીધું આશાને જોતાં જોતાં મોઢામાં મૂક્યું જીભને સ્વાદ અડતાંજ થૂ થૂ કરીને થૂંકી નાંખ્યું એની આંખમાં પાણી આવ્યાં. વીણાબહેન અને લલિતામાસી દોડી આવ્યાં અને પૂછવા લાગ્યાં અરે શું થયું ? શું થયું. આશા હસતી હસતી કીચન તરફ દોડી ગઇ. વીણાબહેનને સમજણ પડી ગઇ કે ચોક્કસ આશાએ કોઇક શરારત કરી છે. અને સ્તવનની