શાતિર - 16

(111)
  • 6.6k
  • 8
  • 4k

( પ્રકરણ : ૧૬ ) હરમન પાગલ થયો હતો. કબીરે તેને બે હેન્ડબેગમાં ભરાયેલા પચાસ કરોડ રૂપિયા બતાવ્યા હતા, એટલે એણે ટેકસીની ડીકી પર પેટ્રોલ છાંટી દીધું હતું. હરમન ટેકસીની ડીકીમાં પુરાયેલી કાંચીને સળગાવી મારવા માંગતો હતો, એ સમજી ગયેલો કબીર હરમનને રોકવા માટે હરમન તરફ દોડયો હતો. પણ હરમને કબીરના પગમાં ગોળી મારી દીધી હતી, ને છતાંય કબીર એની તરફ ધસી ગયો હતો, તો હરમને કબીરને પગમાં જ્યાં ગોળી વાગી હતી, ત્યાં પોતાનો નકલી પગ જોરથી માર્યો હતો. કબીર પીડાથી ચીસ પાડતો પાછળની તરફ ફેંકાયો હતો, ત્યાં જ કબીરના કાને હરમનની ટેકસીની ડીકીમાં પુરાયેલી કાંચીની ધીમી ચીસ સંભળાઈ હતી.