( પ્રકરણ : ૧૪ ) તાન્યા ચારેબાજુુથી પોલીસ પલટનથી ઘેરાઈ ગઈ હતી. તેની ટેકસીની આગળ પોલીસની જીપ આવીને ઊભી રહી ગઈ હતી એટલે તેણે ટેકસી ઊભી રાખી દેવી પડી હતી, અને તેણે પાછળ અને આજુ-બાજુ જોયું હતું તો એ ત્રણેય બાજુએ પણ પોલીસની જીપો આવીને ઊભી રહી ગઈ હતી. અને આ બધી જીપોમાંથી ટપોટપ પોલીસ ઊતરી રહી હતી. તે જરાય આગળ-પાછળ કે, ડાબે-જમણે જઈ શકે એમ નહોતી, એટલે તે સામેની તરફ જોઈ રહેતાં ટેકસીમાં બેસી રહી. તો સામેની જીપમાંથી ઊતરી આવેલા ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલે તાન્યા તરફ ધસી આવ્યા હતા. અત્યારે બન્ને તાન્યાની ટેકસીની આજુબાજુની બારી પાસે ઊભા