શાતિર - 9

(96)
  • 6.4k
  • 7
  • 4.2k

( પ્રકરણ : નવ ) ટ્રાફિક પોલીસવાળાએ ટેકસીની ડીકી ખોલવાનું કહ્યું એટલે પોતાનું મગજ ગુમાવી બેઠેલા હરમને ટ્રાફિક પોલીસવાળાના શરીરમાં રિવૉલ્વરની ગોળીઓ ધરબી દીધી હતી. તો આ દરમિયાન કાંચી ટેકસીની ડીકીમાંથી નીકળીને ગલીના નુક્કડ તરફ ભાગી હતી. કાંચીને ભાગતી જોઈને હરમનના ચહેરા પર ગુસ્સાનો લાવા ધસી આવ્યો હતો, અને એણે ટેકસીમાં બેસીને ટેકસી કાંચી પાછળ દોડાવી હતી, અને ત્યારે કાંચી એ લાંબી અને સન્નાટાભરી ગલીના નુક્કડ નજીક પહોંચી હતી. અત્યારે હવે ગલીના નુક્કડ નજીક પહોંચેલી કાંચીએ ડાબી બાજુ જોયું, તો ત્યાં થોડેક દૂર કોઈ ઈમારતનો પાછળનો ભાગ હતો. ત્યાં રસ્તો પૂરો થતો હતો. કાંચીએ જમણી બાજુ જોયું. એ તરફ થોડાંક