શાતિર - 8

(99)
  • 6.8k
  • 5
  • 4.2k

( પ્રકરણ : આઠ ) જયસિંહના ઘરમાંથી બહાર નીકળીને ગલીના નુકકડ તરફ દોડી જઈ રહેલા કબીરને રોકવા માટે ઈન્સ્પેકટર સાઈરસે ધમકી આપી : ‘‘કબીર ! ઊભો રહે, નહિતર ગોળી છોડી દઈશ !’’ પણ કબીર રોકાયો નહોતો. ‘ચાલો જલદી, પકડો એને..!’ સાઈરસ હુકમ આપતાં બારીમાંથી બહાર નીકળીને ગલીમાં આવ્યો હતો ને એણે કબીર તરફ રિવૉલ્વરની અણી તાકી હતી. અત્યારે હવે સાઈરસ ગલીના નુક્કડ પર પહોંચી ચૂકેલા કબીર તરફ રિવૉલ્વરની ગોળી છોડે એ પહેલાં જ કબીર નુક્કડની ડાબી બાજુના રસ્તે વળી ગયો ને દેખાતો બંધ થઈ ગયો. સાઈરસ ગલીના નુક્કડ તરફ દોડયો, તો એની પાછળ-પાછળ જ જયસિંહના ઘરની બારીમાંથી બહાર નીકળી આવેલા