( પ્રકરણ : બે ) વહેલી સવારના ચાર વાગ્યા ને ઉપર પાંચ મિનિટ થઈ હતી. અત્યારે ઈન્સ્પેકટર સાઈરસ પોતાની હથિયારબંધ પોલીસ પલટન સાથે ‘દિવાન જ્વેલર્સ’માં દાખલ થઈ ચૂકયો છે, એ હકીકતથી બેખબર કબીર એ રૂમમાંની મોટી-લોખંડી તિજોરીનું લૉક ખોલવામાંં પરોવાયેલો હતો. તો પોલીસ પલટન સાથે ‘દિવાન જ્વેલર્સ’ના આગળના હૉલમાં, મોટા શો-રૂમમાં પહોંચેલા સાઈરસે નજર દોડાવી. એ હૉલમાંં કોઈ નહોતું. મેઈન તિજોરી ડાબી બાજુના રૂમમાં-માલિકની ઑફિસમાં હતી. સાઈરસે સબ ઈન્સ્પેકટર ગોખલેને તિજોરીવાળા રૂમ તરફ આગળ વધવાનો ઈશારો કર્યો. ગોખલે રિવૉલ્વર સાથે ડાબી બાજુના એ રૂમના દરવાજા તરફ સરક્યો. ત્યાં ઊભેલા તેના સાથી પંદર પોલીસવાળાઓમાંથી દસ પોલીસવાળા તેની પાછળ ચાલ્યા. તો પેલા