1. તબિયત કેવી છે, એવું ક્યારે પૂછાય?‘કૌન બનેગા..’માં જેમ અમુક લેવલ પાર કરો પછી અઘરા સવાલો શરૂ થાય છે એ જ રીતે અસલી જીવનમાં પણ 35 વર્ષની વય પાર કર્યા પછી ચોક્કસ પ્રકારના અણિયારા સવાલો પૂછાય છે. આ જ કેટેગરીનો એક સવાલ છે-‘તબિયત-પાણી કેવાં છે?’ એટલું જ નહીં પાંત્રીસ પછી આવતા બર્થ ડેમાં પણ ‘વીશ યુ અ હેલ્ધી લાઇફ’ જેવી શુભેચ્છાઓ મળવાની શરૂ થાય છે. પચ્ચીસ-ત્રીસ સુધી આ પ્રકારના સવાલો-શુભેચ્છાની પળોજણ નથી હોતી. ટૂંકમાં મૂળ ડખો પાંત્રીસ-ચાળીસ પછી શરૂ થાય છે. આપણે ભલે મરીએ ત્યાં સુધી જીવવાનું કે પચાસ-પંચાવને પણ યુવાન છીએ એવું ફીલ કરવાનું નક્કી કર્યું હોય તો પણ મિત્રો-સ્વજનો