પાનખર- પ્રકૃતિનો વૈભવ

  • 4.5k
  • 1.2k

"પાનખર-પ્રકૃતિનો વૈભવ"******************* સમયચક્ર તો ચાલતું રહછે નિયતીના નિયમ મુજબ.જેના લીધે આપણે દિવસ-રાત,માસ- વર્ષ અને ઋતુનો અનુભવ કરી શકીએ છીએ. આંગણામાંના કેટલાક વૃક્ષો,વેલાઓએ પોતાના પાન ઘરના ઉંબર સુધી ખરતાં મેલીને પાનખરની પધરામણીનો સંદેશો મોકલ્યો છે...!આ ખરેલા પાંદડાં માંથી કેટલાક ચીમડાઈને કોડિયા જેવા બની ગયા છે. આ પર્ણ કોડિયામાં જ વાસંતી જ્યોત પ્રગટવાનો અંદેશો મળે છે....!!!એટલે જ પાનખર એ વસંતની પહેલી શરત છે.પાનખર હોય કે વસંત ...બને માં મહત્વ તો પાંદડાનું જ...!! પ્રકૃતિ પાનખરમાં પાંદડાંનો ખર્ણોત્સવ ઉજવે છે... ને વસંતમાં પર્ણોત્સવ....!!!!સામાન્ય રીતે આપણે ફૂલોના ચાહક- ઉપાસક બન્યા છીએ...પણ સાથો સાથ પાંદડાં ના અપ્રતિમ સોંદર્યની જરાય અવહેલના થઈ શકે તેમ