પ્રકરણ - ૧૭/સત્તર ગતાંકમાં વાંચ્યું..... આમિર અલી તરાનાને લઈ વેજપરથી ભાગી છૂટવામાં સફળ નિવડે છે અને દૂર એક નાનકડા ગામની ધર્મશાળામાં આશ્રય લે છે. લાજુબાઈ અને એમની દીકરી જમના વલ્લભરાયના ઘરે રોકાય છે. તરાનાનો કમરપટ્ટો ખોવાઈ જાય છે. એ કમરપટ્ટો વલ્લભરાયની તિજોરીમાં જોવા મળે છે..... હવે આગળ..... આઝમગઢથી નીકળેલા સૈનિકો ઘોડા દોડાવતા વેજપર વલ્લભરાયની ડેલીએ પહોંચે છે. રાજા ઉદયસિંહના માણસોને જોતા જ ઓળખી જઈ, લાજુબાઈ જમનાને લઈ વલ્લભરાયના ઘરમાં જૂનો સામાન મુકેલી પાછળની ઓરડીમાં મોટી પેટીઓ પાછળ સંતાઈ જાય છે. સૈનિકો વલ્લભરાય અને નિર્મળાની પૂછપરછ કરે છે અને આખું ઘર શોધી વળે છે પણ ક્યાંય આમિર અલી કે તરાના અને