ઓલ ઈઝ વેલ - ૭ - જાયે તો જાયે કહાં

  • 3.9k
  • 1.2k

જાયે તો જાયે કહાંબસ પૂરપાટ દોડી રહી હતી. પલ્લવીનું મગજ એથીયે વધુ ઝડપે દોડી રહ્યું હતું. અનેક ઘટનાઓ, બારી બહાર દોડી જતાં દૃશ્યોની જેમ મગજના પડદા પર દોડી જતી હતી. સવારે જ પોતે પૂજા પાઠ કરી, ભગવાનની છબી આગળ હાથ જોડી કહ્યું હતું ‘‘હે પ્રભુ, મારી માની રક્ષા કરજે, કંઈક એવો ચમત્કાર કરી દેખાડ કે ભાન ભૂલેલો મારો ભઈલો ફરી ભાનમાં આવે, ભાભી પાછડ ગાંડો થઈ માના જીવતરને ઝેર જેવું બનાવનાર ભઈલો ફરી ડાહ્યો થાય, ભાભી પણ સુધરી જાય તો હું પગે ચાલીને તારા દર્શને આવીશ.’’ છબી ઉપરનું પીળું ફૂલ સરકીને પડયું ત્યારે ક્ષણાર્ધ તો પોતાની આંખ ચમકી હતી, તો પણ પોતે