જંગલ -આશ્રય

  • 9.7k
  • 2
  • 3.1k

સવારનો સૂરજ જંગલમાં ધીમે ધીમે ઊગતો હતો ને બધા પ્રાણીઓ અને પંખીઓ ઊંઘને ઊડાડી આળસ મરડી રહ્યાં હતા.. નદીકિનારે બગલા અને બતક વોક કરી રહ્યાં હતા. મગર અને માછલી સ્વિમિંગની મોજ માણી રહ્યા હતા. વાનરટોળી એક ઝાડથી બીજા ઝાડ પર કુદાકુદ કરતા કરતા કસરત કરી રહ્યા હતા..ભુખ લાગી હતી એક માત્ર હાથીભાઈને ! એ સવારમાં ફળોનો આનંદ માણી રહયા હતા.. આ બાજુ હિંસક કોલોનીમાં સાવજસાહેબ પૂંછડું ઊલાળતા ગુસ્સામાં આંટાફેરા કરી રહ્યાં હતા.. વાઘભાઈ અને દીપડાદાસ બાલ્કનીમાં ઘુરકીયા કરી સાવજસાહેબને સાથ પુરવતા હતા. ત્યાં જ 'ટ્રીન ટ્રીન' કરી સાઈકલ લઈને આવતું સાબર દેખાયું. બધાના જીવમાં જીવ આવ્યો !