લાંબા છુટા વાળ કોઈ ટોવેલથી ઝાટકી રહ્યું હતું. મારી નજર ત્યાં સ્થિર થઈ ગઈ. મને ફક્ત એનું કમર સુધીનું શરીર દેખાતું હતું. પણ એ છોકરીને જોઈને મારી આંખો પોહળી થઈ ગઈ હતી. મને એ ચેહરો સ્પષ્ટ નહતો દેખાતો પણ એ છતાંય એ સૌંદર્ય મને એ તરફ ખેંચી રહ્યું હતું. મેં એલાર્મ મુકેલો એ વાગ્યો અને મેં ફટાફટ શુઝ પહેરીને ગળામાં ટાઈ નાખી. ત્રીજા માળની બારીએ જોવા અંતે ફરી એક વાર મન લલચાઈ ગયું. પણ હવે વધારે મોડું થાય એ પેહલા મેં બહારના દરવાજા તરફ પ્રયાણ કર્યું અને બહાર નીકળતા પેહલા ફરી મેં બાલ્કની ખોલીને એ તરફ એક વાર જોઈ લીધું