ત્રીજા માળની એ બારી - 1

  • 3.6k
  • 2
  • 1.2k

વ્હેલી સવારનો સુરજ ધીમે ધીમે માથે ચડી રહ્યો હતો. આ શહેરમાંમાં આજે પહેલો દિવસ હતો. આ મોટું શહેર... હા, આ શહેર એટલે મોટું લાગે છે કેમ કે અહીંયા મારુ પોતાનું કહેવાઈ એવું કોઈ નહતું. મારા મિત્રો, મારો પરિવાર અને મારા જુના કલીગ્સ બધું બીજે હતું. પણ અહીંયા મારી સાથે હતું તો એકમાત્ર સપનું... કમાવાનું... તમને લાગશે કે આ સપનું... પણ હા... આ જ સપનું... કમાવવું જરૂરિયાત હોઈ છે. પણ એક સમયે જયારે જવાબદારી એનું તાંડવઃ દેખાડે ત્યારે કદાચ આ જ સપનું બની જતું હોય છે. આ શહેર પણ મારા એ જ સપનાનો એક ભાગ હતું. મારે કશુંક એવું કરવું હતું