છેલ્લી નજર

(21)
  • 4.7k
  • 2
  • 1.4k

જગન છેલ્લા કેટલાય દિવસોથી અકળાયેલો ફરતો .નાસીપાસ લાગતો ને હતાશામાં ઘેરાયેલો લાગતો હતો. કોઈ ને ના કહેવાય કે ના સહેવાય એવી દુવિધામાં એણે લગભગ એક મહિનો પસાર કર્યો. આખીયે દુનિયામાં એ પોતાની જાતને નિ:સહાય જોઈ રહ્યો હતો.જીવવાની કોઈ જ કારી ફાવતી નથી, જ્યારે પોતાનો સમય સારો ન હોય ત્યારે એ વાત એને છેલ્લા છ મહિનામાં સમજાઈ ગઈ હતી. એકવાર જીવન તમને જાકારો આપે ને પછી કોઈ તમને આવકારો નથી આપતું. આવા કેટલાય અનુભવી વિચારો થી ત્રસ્ત થઈ ગયો હતો જગન. ઘણીયે કોશિશ ને મનોમંથન કર્યા પછી પણ એ પોતાની જાતને સંભાળી ના શક્યો