ફટકોશીર્ષક કોઈના શબ્દોનું જ રાખું છું. આપણે બધા એ શબ્દ વાપરી ચુક્યા છીએ. મારાં એક સન્માનનીય વડીલ સન્નારીની વાત. આ વાત તેમણે જ હસતાંહસતાં કહી હતી અને મને યાદ રહી ગઈ છે.વાત ઘણાં વર્ષો પહેલાની છે.તેઓ ખૂબ સારી પર્સનાલિટી વાળાં અને નાગરસહજ રૂપમાં પણ બહુ ઓછી નાગરાણીને મળ્યું હોય એવું રૂપ ધરાવતાં હતાં, આજે પણ ઉંમરના પ્રમાણમાં એવો જ ઠસ્સો છે. એમાંયે નવરાત્રીના દિવસો અને તેમની સોસાયટીમાં આરતીનો સમય. ત્યારબાદ ગરબા હતા. એ વખતે શેરી ગરબાઓનું મહત્વ ખૂબ હતું અને ગૃહિણીઓ ત્યાં પણ સોળે કળાએ ખીલીને જતી. તો આ સન્નારી તો હોય જ ને! તેઓ સુંદર રીતે તૈયાર થયાં હતાં.