આગે ભી જાને ના તુ - 16

  • 3.4k
  • 1.2k

પ્રકરણ - ૧૬/સોળ ગતાંકમાં વાંચ્યું..... આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ, તરાના, લાજુબાઈ અને એમની દીકરી સાથે વલ્લભરાય પારેખના ઘરે વેજપર આવી પહોંચે છે પણ ત્યાં સલામતી જોખમાતા એ લાજુબાઈની મદદથી તરાનાને લઈ ત્યાંથી નીકળી જાય છે..... હવે આગળ..... "શેઠ.......શેઠ......ઉઠો," દરવાજે પડી રહેલી થાપના અવાજથી વલ્લભરાય અને નિર્મળા સફાળા જાગી ગયા અને દરવાજો ખોલતાં જ સામે વિખરાયેલા વાળ અને રડીને સુઝેલી આંખોવાળી લાજુબાઈને જોઈ બંને ડઘાઈ ગયાં. દોડતી લાજુબાઈની પાછળ દોડી જઇ વલ્લભરાય ઓરડીમાં આમિર અલી અને તરાનાને ન જોતા પોતાની અસ્વસ્થ જાતને સંભાળતા દીવાલને ટેકે ઉભા રહી ગયા. "શું થયું....." વલ્લભરાયની પાછળ આવતા નિર્મળાએ વલ્લભરાયની અસ્વસ્થતા જોઈ એમનો હાથ પકડી