ઓલ ઈઝ વેલ - ૪

(11)
  • 4.4k
  • 2
  • 1.5k

ઓલ ઈઝ વેલઅંજલિને ઉંઘ નહોતી આવતી. ન્યુ યર પાર્ટીમાં કરેલ મોજ-મસ્તી, હંગામો ક્યારના ભૂલાઈ ચૂક્યા હતા. જો કે પાર્ટી વીત્યાને હજુ ત્રણ જ કલાક થયા હતા. અત્યારે ચારેક વાગી રહ્યા હતા. બહુ વહેલી સવારનો, અંધકારભર્યો સમય હતો. એથીયે વધુ ઘેરું અંધારું અંજલિના દિમાગને ઘેરી વળ્યું હતું. થોડી કલાકો પહેલાં પોતે કેટલી ખુશ હતી, અને અત્યારે કેટલી દુ:ખી હતી!મા ઉઠીને આવું કરે?આ ઉંમરે? પિતાની ગેરહાજરીમાં મા જે કરી રહી હતી એ બહુ ખોટું અને ખરાબ હતું. અંજલિ પથારીમાં પડી પડી મમ્મીની બદલાયેલી ચાલઢાલને જોઈ ખરેખર ભાંગી પડી હતી. છેલ્લા પંદરેક દિવસથી મમ્મીના રંગ-ઢંગ બદલાયેલા હતા. પહેલાં તો અંજલિને આશ્ચર્ય થયું પછી ગમ્યુંયે