લવ બાઇટ્સ - પ્રકરણ-14

(108)
  • 7.7k
  • 8
  • 4.6k

લવ બાઇટ્સપ્રકરણ-14 સ્તવન આજે ખૂબ ખુશ હતો. ગઇ કાલે એનાં માં-પાપા-બહેન મીહીકા બધાં આવ્યાં હતાં. રાજમલકાકાનાં ઘરમાં જાણે જીવ આવી ગયો હતો. બધા ખૂબજ ખુશ હતાં વળી સ્તવને સવારે ઉઠીને બધાને કહ્યું હતું કે આજે પોશી પૂનમ છે માં હરસિધ્ધિ જગદંબાનો પ્રાગટય દિવસ છે આજે માં નાં દર્શન કરવા અચૂક જાગે અને માંને ભેટ ઘરશે. ઘરમાં પણ આજે માં અંબાની તસ્વીરને પૂજા કરી હાર ચઢાવ્યાં હતાં. બધાં આજે પ્રસાદમાં ખીર અને શીરો જમવાનાં હતાં. મહીકાને સાંજે કહેલું તને બહાર લઇ જઇને ગીફ્ટ આપીશ પણ પાપાએ કહેલું હમણાં આવ્યાં છીએ તું પણ ઓફીસથી આવ્યો છે આજે બધાં બેસીને વાતો કરીએ કાલે