મનની માનેલી

  • 3.8k
  • 1k

જીવલો અને રમલો ખુશ થતા ગામના ચોરે બેઠા હતા. બંનેના હૈયામાં હરખ માતો નહોતો. હાસ્તો, એ ખુશીનું કારણ ય હતું. બંનેની સગાઈ થઈ ગયી હતી. જીવલો થોડોક બેઠી દડીનો અને ફૂલેલા ગાલવાળો ચહેરો ધરાવતો અને રમલાની ઊંચાઈ તેનાથી થોડીક વધુ હતી અને તે મૂછો રાખતો. એંસીના એ દશકામાં લગ્ન પહેલા કન્યા જોવાનો રિવાજ એ પંથકમાં નહોતો. આ બન્નેના સમાજમાં તો એ રિવાજ બિલકુલ નહોતો. તેમ છતાં ય બન્નેનું પસંદગીની છોકરી સાથે ગોઠવાઈ ગયુ હતું, તેથી બન્ને બહુ ખુશ હતા. વાત આમ બની હતી. ગામના જ એક યુવાન રાજવીરનું લગ્ન વાઘેલ(પાટણ નજીક) ગામમાં થયેલું. જીવલો અને રમલો રાજવીરની જાનમાં વાઘેલ ગયેલા.