આગળના ભાગમાં આપણે જોયું કે એકાંત અને દિશાના એક થવાનો દિવસ આવી જાય છે, એકાંતને એક એક ક્ષણ જાણે એક વર્ષ સમાન લાગવા લાગે છે, એકાંત મનોમન જ વિચારે છે કે જે શક્ય નહોતું તે હવે શક્ય બનવા જઈ રહ્યું છે, સપનું હવે હકીકતમાં બદલાવવાનું છે. સપનાંની દુનિયામાં રાચી રહેલા એકાંતનું ધ્યાન રુચિનો ફોન આવતા તૂટે છે અને તે વિસામો જવા માટે નીકળે છે, એ દિવસે એકાંત દિશાને કોઈ વોઇસ મેસેજ મોકલતો નથી જેના કારણે દિશા થોડી ચિંતિત બને છે, ઘણા સમયથી જળવાતો ક્રમ આજે તૂટતો દેખાય છે. તેના મનમાં નકારાત્મક વિચારો પણ આવવા લાગે છે, પણ પછી તે પોતાના