બ્લેક હોલ! આ શબ્દ ફિઝિક્સ, એસ્ટ્રોનોમી અને સાયન્સ ફિક્શનમાં જેઓ રસ ધરાવે છે તેમના માટે નવો નથી! બ્લેક હોલ્સ જેટલાં રોમાંચક છે એટલાં જ ખતરનાક છે! આપણે તેને "બ્રહ્માંડના રાક્ષસ" કહી શકીએ છીએ. આ "રાક્ષસો" ફિઝિક્સના નિયમોને ઘોળીને પી જાય છે! ફિઝિક્સના જે નિયમો પૃથ્વી ઉપર લાગુ પડે છે તે જ નિયમો બ્રહ્માંડમાં રહેલ અન્ય વસ્તુઓ ઉપર પણ લાગુ પડે છે! પરંતુ બ્રહ્માંડમાં માત્ર બ્લેક હોલ જ એક એવી વસ્તુ છે જેના ઉપર ફિઝિક્સના એક પણ નિયમ લાગુ પડતાં નથી! આપણે તેના માટે ફિઝિકસના નવા નિયમો બનાવવા પડે તેમ છે! બ્લેક હોલ કેવી રીતે બને છે તે પણ એક રોમાંચક