ફરી મળીશું !!પ્રકરણ - 13બીજા દિવસે હું જેવો ઓફિસમાં પ્રવેશ્યો ત્યાં પ્રણવસર મારી રાહ જોઇને તેમના કેબિનની બહાર જ ઉભા હતા. ને જોતાંની સાથે અંદર આવવા માટે કહ્યું. પ્રણવસર ક્યારેય આટલા જલ્દી ઓફિસમાં નહોતા આવતા. આજે આટલા જલ્દી આવ્યા હતા એજ તેમની આતુરતા દેખાડી રહ્યું હતું. હું સીધો તેમના કેબિનમાં ગયો."બોલ ધવન, કોણ છે એ કૌભાંડી?" પ્રણવસર ગુસ્સામાં બોલ્યા. ગુસ્સામાં તેમની આંખો લાલચોર થઈ ગઈ હતી. તેમનો ચેહરો બિહામણો લાગી રહ્યો હતો."સર, કૌભાંડી બીજું કોઈ નહીં પણ આપણા સ્ટાફમાં અને તમારી એકદમ નજીકનું વ્યક્તિ હતું." મેં બિલકુલ ઉતાવળ કર્યા વગર વાત કરી. આટલું બોલીને હું અટક્યો અને પ્રાણવસર તરફ જોયું.