સંસ્કાર..

(28)
  • 4k
  • 1.4k

સંસ્કાર.....'ટ્રીન..ટ્રીન..ટ્રીન..' ડોર બેલ વાગી, રાતના નવ વાગ્યા હતા,ઘરમાં સંજયભાઈનો પરિવાર એટલે કે એની પત્ની સરલા અને સત્તરેક વર્ષનો દિકરો મોનીલ ટીવી જોતા હતા,મોનીલે ઊભા થઈ દરવાજા તરફ જતા બોલ્યો,"અત્યારે વળી કોણ હશે..? બોલતા બોલતા એણે દરવાજો ખોલ્યોને એ અચંબીત રહી ગયો,"મમ્મી..મમ્મી..!" "શુ છે પણ..? કોણ આવ્યું તે આટલો ચીલ્લાવે છે..!" " મમ્મી..!દીદી આવી છે..!"સરલાબેન વિચારમાં પડી ગયા અત્યારે,'ખુશી..!' હા..!કદાચ કાલે રજા હશે એટલે બંને મળવા આવ્યા હશે.એમ વિચારી સરલાબેન આવકાર આપવા દરવાજા તરફ સામે આવ્યા, આપણાં સમાજની પરંપરા કહીયે કે સંસ્કાર દીકરી જમાઈ આવે એટલે એમને આવકારવા ઊભા થઈને સામે બે ડગલાં ચાલીયે."આવો..આવો..દેવેશ કુમાર, ખુશી..!"સરલાબેન તો હરખાતા મોઢે દીકરી જમાઈ આવકારવા આગળ આવ્યા,