નમસ્કાર મિત્રો,"સ્ટેટ્સ" આજકાલ આ શબ્દનો ઉપયોગ થોડો વધુ પડતો થવા લાગ્યો છે. પણ ખબર એ નથી પડતી કે કયું સ્ટેટસ લોકોને વધુ પ્રભાવિત કરે છે.વોટસઅપ પર જે મૂકવામાં આવે છે એ કે પછી તમે રિયલ લાઇફમાં છો એ! દરેક સ્ટેટ્સ માં માણસના રીએકશન અલગ અલગ રહેતા હોય છે. શું છે માણસનું અસલ સ્ટેટ્સ!! આજકાલ સોશિયલ મીડિયા ના જમાનામાં ખરેખર માણસનું સાચું સ્ટેટ્સ ક્યાંક છુપાઈ ગયું છે એવું મને લાગે છે. ઘણી વ્યક્તિઓને એવું લાગે છે કે કઈ રીતે આપણે લોકો સામે પ્રભાવ પાડી શકીએ. સ્ટેટ્સ મૂકવાથી કે પછી જે સ્ટેટ્સ છે એ જાળવી રાખવાથી!