આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-5

(39)
  • 6k
  • 5
  • 2.4k

"આસ્તિક"એક ઇચ્છાધારી લડવૈયા અધ્યાય-5 મહર્ષિ જરાત્કારુ પાતાળલોક ગયાં ત્યાં વાસુકીનાગ ત્થા અન્ય નાગદેવતાઓએ મહર્ષિ જરાત્કારુનું ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યુ. મહર્ષિ જરાત્કારુ ખુબ આનંદ પામ્યા. અને બધી વ્યવસ્થા તથા સુશોભનનાં વખાણ કરતાં કહ્યું "વાસુકીજી આટલો ભવ્ય સત્કાર કર્યો. હું ખૂબ ખુશ અને સંતુષ્ટ છું પરંતુ હું તો બ્રહ્મચારી સાધુ જીવ મને આ શૃંગાર શા ખપનાં ? વાસુકી નાગે કહ્યું "ભગવાન હવે તો આપ પ્રભુતામાં પગલાં માંડવા જઇ રહ્યાં છો હવે તો શૃંગાર અને ભાંગ તમારે ભોગવવાં રહ્યાં આપતો ખૂબ જ્ઞાની છો અમે તમારાં લગ્નજીવનની માત્ર શુભેચ્છા પાઠવી રહ્યાં છીએ. આપ મહેલનાં રાણીવાસમાં પધારો ત્યાં બહેન જરાત્કારુ સાથે આપની મુલાકાત કરાવું.... મહર્ષિ જરાત્કારુ