આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ એકાંતને ભાર પૂર્વક પૂછે છે કે પોતે શું ઈચ્છે છે? જવાબમાં એકાંત દિશા પ્રત્યેનો પ્રેમ સ્વીકારે છે અને જીવનભર કોઈ તકલીફ નહિ આવવા દે એવું વચન આપે છે. રુચિના સાસુ-સસરા રુચિને સંમતિ આપતા એકાંતને ઘરે મળવા માટે બોલાવે છે પરંતુ દિશાને આ કોઈ વાત જણાવવાની ના કહે છે. નકકી કરેલા દિવસે એકાંત રુચિના ઘરે જાય છે. પોતે દિશા સાથે રાબેતા મુજબ જ કોન્ટેક્ટમાં રહે છે, રુચિ દ્વારા કહેવામાં આવેલી કોઈ વાતનો અણસાર દિશાને આવવા દીધો નહીં. એકાંતનું વર્તન જોઈને રુચિના સાસુ સસરાને પણ તેમનો નિર્ણય બરાબર હોય તેમ લાગ્યું. એકાંત સાથે જ તેઓ બધા