સાધન શુદ્ધિ - દિવ્યેશ ત્રિવેદી

  • 2.3k
  • 568

નેતરપુર આમ તો બહુ નાનું ગામ કહેવાય. પરંતુ બદલાયેલી રાજકારણની સંસ્કૃતિની હવા એને પણ લાગી હતી. પંચાયતની ચૂંટણીઓમાં આ વખતે ભારે રસાકસી અને ઉત્તેજના વ્યાપેલી હતી. અત્યાર સુધીની ચૂંટણીઓ ને આ વખતની ચૂંટણીઓ વચ્ચે એક પાયાનો તફાવત એ હતો કે દર વખતે ચિત્ર પહેલેથી નક્કી થઈ જતું હતું. અને આ વખતે છેક છેલ્લી ઘડી સુધી કોઈ પરિણામની કલ્પના કરી શકતું નહોતું. ભલાકાકા અને માસ્તરકાકા વચ્ચેનો જંગ એવો હતો. ભલાકાકા પટેલ ઉર્ફે ભલાકાકા તો વર્ષોથી ગામના રાજકારણીની શાલ વીંટીને ફરતા હતા. પંચાયતની ચૂંટણીઓ લડવાની અને જીતવાની એમને પ્રેક્ટિસ થઈ ગઈ હતી. આ વખતે એમની સામે મૂળજીભાઈ ભટ્ટ ઉર્ફે માસ્તરકાકા