ગુજરાત નો નાથ - ૧ - પાટણ ની પ્રભુતા પછીના સમય ની વાર્તા

(21)
  • 6.1k
  • 2
  • 1.7k

પ્રકરણ ૧લું.સરસ્વતીને તીરે.સંવત ૧૧૫૪ ના શીયાળાની એક રાતે કડકડતી ઠંડી પડતી હતી. પાસે વહેતી સરસ્વતીના નીરને ગંભીર રવ રાત્રિની શૂન્યતામાં ભયજનક લાગતો હતો. તેના સીકરોથી શીતલ થયેલો પવન, શીયાળો ભુલાવી, ચોમાસાની હિકળ નું ભાન કરાવતો હતો. રાત્રિ એવી હતી કે ઘરને ખુણે કે પ્રિયતમાની સેડમાં જ પડી રહેવું પસંદ પડે છતાં, ચારર્સે પાંચર્સે માણસ પાટણને સામે કિનારે ઉઘાડામાં પડ્યાં હતાં. છુટી છવાઈ તાપણી કરી ટાઢ ઉદાડવાનો પ્રયત્ન કેટલાક કરી રહ્યા હતા; બાકીના તાપણુઓની આસપાસ સુઈ ગયા હતા, અથવા તો સુવાનો પ્રયત્ન કરતા હતા; ગણ્યા ગાંડ્યા ઉંઘવાનો વિચાર નહિ હોવાથી, ટુંડીયું વાળી બેસી રહ્યા હતા. અંધારામાં, તાપણીનાં અસ્થિર બળતાં વિચિત્ર ઓળાઓ