અને ભર્તુહરિ ચાલી નીકળ્યો! – દિવ્યેશ ત્રિવેદી

  • 2.6k
  • 732

‘…ગોરખનાથની આજ્ઞા પ્રમાણે કઠીનમાં કઠીન આત્મ પરીક્ષા પસાર કરીને, ક્ષુલ્લક અને ભૌતિક સુખ-સંપત્તિને ઠોકર મારીને ‘અહાલેક’ની ધૂન જગાવતો ભર્તુહરિ ત્યાંથી ચાલી નીકળ્યો…’ અને એણે પુસ્તક બંધ કરી દીધું. ‘રાજા ભર્તુહરિ હવે સિધ્ધ ભર્તુહરિ બન્યો. એનું નિર્માણ જ સિદ્ધ ભર્તુહરિ તરીકે થયું હતું…વાહ ભર્તુહરિ!’ મનોમન એ બબડ્યો. ચાર કલાકથી ‘ભર્તુહરિ’ વાંચવા બેઠો હતો. પરંતુ ‘ભર્તુહરિ ત્યાંથી ચાલી નીકળ્યો’ સુધીનો ફકરો ત્રણ વાર વાંચી ગયો, અને ત્યાં જ અટકી ગયો. આગળ વધવા જાય ત્યાં જ અચાનક પુસ્તકમાંથી નજર બહાર નીકળી જતી. છેવટે એણે પુસ્તક બંધ કરીને કમરામાં અંધકાર પાથરી દીધો. એને તો અંધકારમાં જ ડૂબી જવું હતું!