દૈત્યાધિપતિ - ૩

  • 4.2k
  • 1.8k

વિનિમિત્ર ઊંડો શ્વાસ ભરે છે. ‘શું થયું?’ તે આકાશને જોવે છે. ‘માહાત્મ્ય! હિંસાયોનો ગુપ્તચર પકડાયો છે. તેની પાસે હિંસાયોની રાણી માટે સંદેશ હતો.’ ‘ક્યા છે?’ ‘બચાવ માટે.. એ ગુપ્તચરને માર્યો.’ ‘બચાવ માટે?’ વિનિમિત્ર ફરીને જોવે છે. સુધાને વિનિમિત્રનો દેખાવ યાદ નથી. તેને એ યાદ છે કે વિનિમિત્ર ભરાવદાર શરીરનો છે અને તેણે ઘણા સોનાના હાર પહેર્યા છે. એનું મુખ એના શરીર જેવો સફેદ છે. તેના વાળ લાંબા છે, તે એના ખભા સુધી પહોંચે છે. પણ એનો ચેહરો.. વિનિમિત્ર હસે છે. ‘શું સંદેશ છે?’ ‘મને હિનસોની ભાષા નથી આવડતી. એ ભાષા શું શીખવી?’ હિનસો તે હિંસાયો માટે વપરાતો બીજો શબ્દ છે.