જંગલ વધારે ને વધારે જ ગાઢ થતું હતું... દૂર ક્યાંક કોઈ જાનવરના રડવાનો અવાજ આવતો હતો! બસ બધે ઝાડ જ હતા! ગ્રુપમાં બધા જ ડરી રહ્યાં હતાં. એ સૌમાં જેના ચહેરા પર જરાય ડર નહોતો નજર આવતો એ તો બસ સહયોગ જ હતો! ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ કોઈ ફિલ્મ સ્ટાર થી કમ નહોતો લાગી રહ્યો! "હું લઈ જઈશ... તમને બધાને આ જંગલથી પાર..." સહયોગ એ કોઈ હીરોની અદાથી કહેલું! "એક વાત પૂછું?!" નિશાંત એ પરવાનગી લેવા સહયોગ ને પૂછ્યું. "હા... બોલ ને!" સહયોગ એ જેવું કહ્યું કે તુરંત જ નિશાંત બોલ્યો - "તને આ જંગલમાં જરાય ડર નહિ લાગતો?!"