સાથે વિતાવેલી ક્ષણો...

(15)
  • 3.3k
  • 1.2k

" સાથે વિતાવેલી ક્ષણો.....""સાક્ષી.... સાક્ષી નાણાંવટી... એક એવું નામ જે હોઠ ઉપર આવતાં જ...હોઠ સિવાઈ જતાં હતાં...સમય સ્થિર થઈ જતો હતો. અને આ મન...મન જૂની યાદોમાં ખોવાઈ જતું હતું. એ સ્થળ, એ જગ્યા, એ શહેર બધું જ છોડીને ચિરાગ ઘણેબધે દૂર આવી ગયો હતો પણ એ વાતો, એ યાદો અને એ સમય જે ઓફિસમાં સાથે વિતાવ્યો હતો તે ચિરાગનો પીછો છોડતા ન હતા. આજે એ વાતને બરાબર બે વર્ષ પૂરા થઇ ગયા હતા ચિરાગ પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યો હતો. તે પોતાની જૂની યાદોથી પીછો છોડાવવા માંગતો હતો તેથી તે ઇન્ડિયા છોડી અહીં યુ.એસ.એ. આવી ગયો હતો. સાક્ષી