ક્યાં સુધી?

  • 3.4k
  • 1.1k

એને હજુ પણ આશા હતી કે છેલ્લી ઘડીએ પણ એ રોકાઈ જશે. તેણે બચવા માટે છેલ્લા પ્રયત્ન સ્વરૂપે એક મોટી ચીસ પાડી. પરંતુ એ ચીસ પાડીને તેણે પોતાના જ માટે મુસીબત નોતરી દીધી. એને પોતાને પણ આ વાતનો અહેસાસ નહોતો. એ ભયાનક ઓળો એની તરફ આગળ વધ્યો અને એના મન પર ઘાવ આપવા તૈયાર થઈ ગયો. એ જાણતી પણ નહોતી કે કેમ પોતે જ આમ ભોગ બની રહી છે? એ પીડિતા બની રહી હતી. હવે કાલે સવારના દરેક સમાચારપત્રમાં આ કિસ્સાને ટાંકવામાં આવશે. 'કદાચ આજે મારી જિંદગીનો આ છેલ્લો દિવસ હશે. હવે ફરી કોઈ કન્યા મારા માટે અવાજ ઉઠાવશે પણ મનમાં તો