અચંબો - ૩

(33)
  • 3.1k
  • 2
  • 1.6k

આગળ જોયું કે રચનાના સાસુ દિક્ષા સાથે ઘટિત ઘટના વર્ણવે છે.. એ ચિંતિત હતા જ્યારે રચના બિમાર હતી પણ હવે એ રચનાને સમજાવે છે બધું ભૂલવા માટે હવે આગળ.. રચનાના સાસુ : "મેં જેવો દરવાજો ખોલ્યો કે રચના તો અડધી પથારી માં અને અડધી જમીન પર લટકતી હતી. એના મોઢેથી ફીણ નીકળી રહ્યા હતા.. એના વાળ પુરા ચહેરા પર ઢંકાઈ ગયા હતા..... મેં......તો સીધી ચીસ જ પાડી અને બાજુવાળા બહેન દોડીને આવ્યા..બેય દિકરાઓ (રચના ના સંતાન) પણ આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા..વિનય તો (રચનાનો પતિ) દુકાને જવા નીકળી ગયો હતો. પડોશીબેને રચનાને સરખી સુવડાવી અને એનું મોં લુછયુ...