મિત્રો ચેકમેટના અત્યાર સુધીના ભાગમાં તમે જોયું કે આલય ગેસ્ટ હાઉસમાં 3 દિવસ તો માનવની સાથે જ હોય છે ચોથા દિવસથી સીસીટીવી ફૂટેજમાં એ દેખાતો નથી પરંતુ માનવનો નંબર મળી ગયો હોય છે.આ બાજુ મૃણાલિની બહેન દ્વારા આલય કેસમાં પહેલી પોઝિટિવ વિગતો જાણવા મળી છે.કોચ બીજા દિવસે જુબાની આપવા તથા મળવા પોલીસસ્ટેશન આવવાના હતા.આટલા ગૂંચવાયેલા કેસની માનસિક અસરમાંથી મોક્ષા અને મનોજભાઈને બહાર કાઢવા માટે મિ. રાજપૂત સિમલા ફરવા જવાનું તેમજ ડીનર પણ બહાર જ પતાવાનું વિચારે છે.આ બાજુ રિધમ મહેતા નશાની હાલતમાં ફોન લગાડે છે હવે આગળ.."બેટા રિધમભાઈને થોડું કામ છે તો તમે જઈ આવો. હું ઘરે પાછો જાઉં છું"