નારીશક્તિ- પ્રકરણ-5, ( ઋષિ ઉર્વશી... )

  • 6.2k
  • 1
  • 2.2k

( પ્રિય, વાંચક મિત્રો, નમસકાર, નારીશક્તિ- પ્રકરણ-5 માં હું ઋષિ ઉર્વશી ની કહાની પ્રસ્તુત કરવા જઈ રહી છું, આપને પસંદ આવશે એજ અપેક્ષા સહ, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર................ધન્યવાદ......................... ) નારી શક્તિ- પ્રકરણ-5 ( ઋષિ-- ઉર્વશી , અપ્સરા-- ઉર્વશી ) · પ્રસ્તાવના;- ઉર્વશી સમાજનાં એક એવા વર્ગનું પ્રતિનિધત્વ કરે છે, કે જેને એક સમયે ‘દેવ-નર્તકી’, અપ્સરા, નગરવધૂ, અને ગણિકા કહેવામાં આવતી.. દરેક યુગમાં આવી સ્ત્રીઓ પણ સમાજનું અભિન્ન અંગ રહેલ છે. જેનાં સુખ-દુ:ખ,સંવેદનાઓ પોતાની નહીં પણ સમાજનાં વર્ગ દ્વારા ખરીદવામાં આવતી. જે પોતે ઈચ્છે તો પણ સમાજમાં પતિ,પુત્ર,હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકતી