વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૪

(54)
  • 9.4k
  • 4
  • 2.9k

ગામની સીમમાં દાખલ થતા જ દેવલના એક અઠવાડિયાથી મુરઝાયેલા ચહેરા પર અજબ પ્રકારની રોનક આવી ગઈ. જેમ ઉગતા સૂર્યની સૌથી વધુ ખુશી ખીલતા ફુલને હોય છે એમ આજે આથમતા સૂર્યની સૌથી વધુ ખુશી દેવલને હતી. અંતરમાં એક અલગ જ પ્રકારનો ટાઢો શેરડો પડ્યો હતો. નિસ્તેજ બનેલા આંખોના દિવામાં નવું તેલ પુરાયું હતું. પોતાના ગામની સીમના ઝાડવાં અને નવા બનેલા નાળા એ વર્ષો બાદ ફરી જોતી હોય એવું લાગતું હતું. " નાનપણમાં જે ધૂળમાં આળોટતી એ ધૂળ આજ મને પારકા પાદરની કાં લાગે ? " આ વિચારે દેવલના મનમાં એક ખુશીનો નિઃશ્વાસ ભરી દીધો.