વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૩

(34)
  • 7k
  • 5
  • 2.5k

કરણુભાના ડેલા પરથી છુટેલી બગી પવનવેગે દેવલ અને ભીખુભાને લઈને સેજકપર જવા નીકળી ગઈ. બજારને વીંધતી બગી ઝડપથી સુલતાનપુર બહાર નીકળી ગઈ. સમશેરસિંહ તો પોતાનું ભાવુક હ્રદય લઈને ખેતર જવાની તૈયારી કરવા લાગ્યા. કાશીબા અને સરસ્વતીને તો જાણે એક હેરાન કરવા માટેનું પારેવું ભાગી ગયું હોય એવું દુઃખ લાગ્યું. જ્યારે કરણુભાએ ભગવાનને પ્રાર્થના કરી કે દીકરી જેવી વહુ સેજકપર વધુ રહે જેથી એના દુઃખના દિવસો ઓછા થાય. રસ્તાથી બહાર નીકળતા જ તળાવ અને ત્રણ કૂવા આવ્યા. દેવલનું ધ્યાન ઝમકુ પડી હતી એ કૂવા તરફ ગઈ. " કાકા, ઓલો વચ્ચેનો કૂવો રયો ને ન્યાં આપડા ગામની