વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૨

(37)
  • 5.2k
  • 4
  • 2.2k

ઓરડામાં પહોંચેલી દેવલની ખુશી બમણી થઈ ગઈ હતી. એક અઠવાડિયાના અંતે આજે કાશીબાએ પહેલીવાર એને 'બેટા' કહ્યું હતું. જિંદગી જ્યારે બધી બાજુથી દુઃખના અંધકારમાં વિલીન થતી દેખાય ત્યારે નાનકડું પ્રકાશનું કિરણ પણ ખુશ કરી દેતું હોય છે. ભૂતકાળ બની ગયેલા ખુશીના દિવસો આજ ફરી તાજા થયા હતા. આટલું ખુશ મન ચહેરાને મલકાવવા નહોતું દેતું. સમશેરસિંહ તો ખેતર ગયા હતા એટલે દેવલ પાસે આવા વિચાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો અને આવું વિચારવામાં પણ એને અનેરો આનંદ આવતો હતો. આવા ચાલતા વિચારોના મંથનમાં અચાનક લગ્ન કરીને આવેલી એ દિવસ યાદ આવી ગયો. પાછા એ જ શબ્દો યાદ