ભાગ-7 હર્ષ અને આયુષ ઘરે આવ્યાં,બન્ને ભાભીઓએ મુખ્ય કબાટ ખોલ્યુ.જેમા તેમને કઇંક ગડબડ થઇ હોય તેવું લાગ્યું.તેમનો પુરો કબાટ અસ્તવ્યસ્ત હતો.તેમણે લોકર ખોલીને જોયું તો તેમાંથી તેમની સાસુના ઘરેણા અને સાસુમાઁએ તેમની દિકરી માટે બનાવેલા ઘરેણા ગાયબ હતા.તેમના મોઢાંમાંથી ચીસ પડી ગઇ. તેમના બન્નેના પતિ દોડતા દોડતા અંદર આવ્યાં. "શું થયું ? આમ ચીસો કેમ પાડો છો?" "હર્ષ અને આયુષ,લોકરમાંથી મમ્મીજી અને દીદીના ઘરેણા ગાયબ છે."હર્ષની પત્ની બોલી. "શું તે ઘરેણા હજી સુધી ઘરમાં શું કરતા હતાં? તેને બેંક લોકરમાં કેમ ના મુક્યા?"આયુષ. બન્ને દેરાણીજેઠાણી નીચું જોવા લાગી. "મને લાગે છે કે આ મનસ્વીના જ કામ છે.તે