જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 6

(52)
  • 4.4k
  • 6
  • 2.2k

ભાગ-6 "ચલો મમ્મી,હવે આપણે નિકળીએ ત્યાં જઇને ગાડીમાં સામાન મુકીએ અને નિકળીએ.પપ્પા આર યુ શ્યોર કે આપણે ડ્રાઇવર નથી રાખવો?"મનસ્વીએ પુછ્યું. "હા શ્યોર,મને ગાડી ચલાવવાનો ખુબ જ શોખ છે.હું તો આનાથી પણ વધારે ગાડી ચલાવી શકું છું.આપણે રાત્રે રાત્રે હોલ્ટ લઇશું,રાત્રે હું ગાડી નથી ચલાવતો.પહેલાની વાત અલગ હતી જુવાનીના દિવસો,પણ હવે થાક લાગે છે.ચલો સામાન લઇને નિકળીએ.મનસ્વી તે બધું લઇ લીધું છેને?"અક્ષતભાઇ બોલ્યા. "હા પપ્પા,મે બધું જ લઇ લીધું છે ડોક્ટર જોડેથી પ્રિસ્ક્રાઇબ કરાવીને દવા,નાસ્તો,જ્યુસના ટ્રેટાપેક અને જરૂરિયાતનો બધો જ સામાન,પણ મમ્મી આટલા બધાં દાગીના લઇને ફરવું મને યોગ્ય નથી લાગતું.પહેલા આપણે કોઇ બેંકમાં લોકર ખોલાવીને આ બધું તેમા મુકી