સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 3

  • 6k
  • 2.2k

પ્રકરણ ૨ જું શક સમય ઈ. સ. પૂર્વે ૭૦ થી ઈ. સ. ૩૯૫શક: ઈતિહાસના તખ્તા ઉપર તે પછી શેક લોકોને પ્રવેશ થાય છે. શક જાતિએ આ દેશ ઉપર ઈ. સ. પૂ. ૭૦ થી ઈ. સ. ૩૯૫ સુધી એટલે લગભગ ૪૬૫ વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે.શક-પૂર્વ ઇતિહાસ: ઉત્તર ચીનના યુચ—ચી નામક જ્વાલામુખી પર્વતના ફાટવાથી તેની આસપાસ રહેતા લોકોને ઈ. સ. પૂર્વે ૧૫૦ ના વર્ષની આસપાસ ત્યાંથી ખસી જવું પડ્યું. આ લેકો મૂળ સીરદરયા નદીની પેલે પાર આવેલો સીથીયાના હતા. અહીંથી તેઓએ નવી વસાહત વસાવી. તેનું ,નામ પોતાની જાતિ પરથી શકસ્થાનમાં રાખી ત્યાં રહેતા. તે સમયના ઈરાની રાજાઓ સાથે તેમણે સંબંધ બાંધ્યો.